રાજુલા તાલુકાના છતડીયાથી ઉચૈયા ગામને જોડતો માર્ગ તત્કાલ રીપેર કરવા લોક માંગ પ્રબળ બની છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચૈયા ગામ ગ્રામ પંચાયત દ્વારા અમરેલી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી એવા પ્રકારે રજુઆત કરી છે કે છતડીયા- ઉચર્યા ગામને જોડતો માર્ગ ચોમાસા તથા ચોમાસા પુર્વેથી બિસ્માર હાલતમાં હોય આ માર્ગ પર વાહન ચલાવવુ તો દુર પગપાળા પસાર થવું પણ મુશ્કેલ હોય અને ચોમાસામાં ભારે વરસાદથી મોટા પ્રમાણમાં રોડનું ધોવાણ થયું છે. આવા ખરાબ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આથી તત્કાલ આ માર્ગને નવો બનાવવા માંગ કરવામાં આવી રહી છે.