ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના અને તળાજા તાલુકાના ઘાટરવાળા ગામના પલેવાળ બ્રાહ્મણ પરિવાર ના ૫ વ્યક્તિ ઓ સ્વીસફટ કાર મા અમદાવાદ જવા રવાના થયેલ આ કાર ને ભાવનગર અમદાવાદ ટૂંકા માગૅ પર સનેસ ગામ પાસે ટેન્કર ચાલકે કાર ને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૨ વ્યક્તિ ઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે૩ ૩ વ્યક્તિ પૈકી ૨ ને સર.ટી.હોસ્પિટલમાં જયારે ૧ વ્યક્તિ ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જેની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળ્યું છે હોસ્પિટલ ખાતે મંત્રી વિભાવરી બેન દવે, તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત પલેવાળ બ્રહ્મ સમાજ ના લોકો મોટી સંખ્યામાં સર.ટી. હોસ્પિટલમાં એકઠા થયા હતા આ ઘટના અંગે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ એન નાસી છુટેલ ટેન્કર ચાલક ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે….