સ્વચ્છતા અને પ્લાસ્ટિક અવરનેસ માટે રેલી

1139

ગોપાલનગર પંચવટીમાં આવેલી ન્યુ શ્રી જે.સી.શાહ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ગોપાલનગરમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક અવરનેશ કાર્યક્રમ અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પેપર, કેલેન્ડર, પૂંઠામાંથી કાગળની બેગ બનાવી ઘેર ઘેર જઇને દરેકને સમજાવ્યું કે પ્લાસ્ટિક બેગ વાપરવી પર્યાવરણ માટે જોખમીકારક છે. તેનાથી માનવી, પ્રાણી દરેકને નુકશાન થાય છે. દરેકને વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી પેપરબેગનું વિતરણ કર્યું હતું.

Previous articleમાણસામાં પકોડી પર પ્રતિબંધ, બે એકમો પર તંત્રએ તાળા મારી દીધા
Next articleબીબીએ કોલેજ વિદ્યાર્થીઓ વૃક્ષયાત્રામાં જોડાયા