ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષા હવે ગુજરાત શિક્ષણ બોર્ડ લેશે

1594

ધોરણ ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માર્ચ ૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાશે. અત્યાર સુઘી આ પરીક્ષા સ્કૂલ દ્વારા લેવાતી હતી, પરંતુ માર્ચ ૨૦૧૯ થી આ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા પ્રશ્ર્‌નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલવામાં આવશે. ઉપરાત, પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના નિયત કરેલા પરીક્ષા કેન્દ્રોખાતે લેવામાં આવશે. આમ, સ્કૂલ દ્વારા લેવામાં આવતી આ પ્રાયોગિક પરીક્ષામાં ચાલતી ગેરરીતિઓ પર બ્રેક વાગશે. રાજ્ય સરકાર દ્વારા ઘોરણ ૧૧ અને ધોરણ ૧૨ સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ રદ કર્યા બાદ પરીક્ષા પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે સાયન્સની પ્રાયોગિક પરીક્ષામાં પણ બોર્ડ ફેરફાર કર્યા છે.

માર્ચ ૨૦૧૯ થી ધોરણ ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ધોરણ ૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે જેના માટે બોર્ડ દ્રારા પ્રશ્ર્‌નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલાવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાના ૩ વિષયોના પરીક્ષકોની નિમણૂકો પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રોના પરીક્ષા સ્થળ ખાતે જ લેવાશે. પ્રાયોગિક કાર્યની જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા સમયે જે તે કેન્દ્ર ખાતે રજૂ કરવાની રહેશે. બોર્ડ દ્વારા સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે તે બેચ પ્રમાણે લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરહાજર રહેનાર વિઘાર્થીઓ માટે કોઇ પણ સંજોગોમાં ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં તેમ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવી દેવાયું છે.

Previous articleજળ માટે જળસમાધિ..! હાર્દિક-લલિત વસોયાની અટકાયત
Next articleકેફી,માફક પદાર્થો પકડવા ખાસ ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ