બજરંગદાસબાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂનનો તા.૧૧ને શનિવારથી પ્રારંભ થયો છે. પ્રતિ વર્ષની જેમ દર વર્ષે શ્રાવણ માસમાં સતત એક મહિના માટે ગુરૂઆશ્રમના પાવન પરિસરમાં આ વર્ષે પણ સંગીતમય રામધૂનનો પ્રારંભ થયો છે. દિવસ અને રાત્રિના એમ સતત ર૪ કલાક અખંડ રામધૂન શરૂ રહેશે. શ્રાવણ માસના છેલ્લા દિવસે આ અખંડ રામધૂન સત્સંગ વિરામ લેશે. શ્રાવણ વદી અમાસ (ભાદરવી) તા.૯-૯-ર૦૧૮ને રવિવારે સવારે ૬ કલાકે રામધૂનની પૂર્ણાહુતિ થશે. દરરોજના બે કલાકના વારા પ્રમાણે બગદાણાના ૧ર મંડળો અખંડ રામધૂનમાં ભાગ લઈ રહ્યાં છે. ભક્તિભાવભર્યા માહોલ વચ્ચે યાત્રાળુજનો લાભ લઈ રહ્યાં છે.