ભાવનગર ગદ્યસભાએ પોતાના દિવંગત સભ્ય સ્વ. જ.યંત પાઠકની સ્મૃતિ તાજી કરી શામળદાસ કોલેજના વિવેકાનંદ સભાગૃહમાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર ડો. દિલીપ બારડ મુખ્ય મહેમાનપદે યોજાયો હતો.
પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ મંત્રી નટવર વ્યાસે સહુને આવરકાર્યા હતા. હરિત પાઠકે તેમના પિતાજી સ્થુળ દેહ હંમેશા ગદ્યસભામાં હાજર હોય જ તેમ કહી તેમની યાદ તાજી કરી હતી સ્વ. જયંતભાી રેલ્વેનાં કર્મચારી હોવાની એમની સર્જનયાત્રાએ માહોલને હંમેશા ગૂંથતી એથી આ સ્મૃતિદિન ટ્રેઈન સંદર્ભે લક્ષમાં લેવાયો ડો. બારડે ખૂશવંતસિંહની વિખ્યાત નવલકથા ‘ટ્રેઈન ટુ પાકિસ્તાન’વિશે હિન્દીમાં વકતવ્ય આપ્યું હતું એમણે ટ્રેઈનની દેશને તોડનારા અને જોડનારા પરિબળ તરીકેની પ્રતિકાત્મક રજુઆતને ઉજાગર કરી હતી વર્તમાન સંદર્ભે પણ નવલકથાની ભૂમિકા ઉઘાડી પાડી હતી. ગદ્યસભાના વરિષ્ઠ સભ્ય પ્રબોધ શુકલ દેશની વિભાજનની સ્થિતીના સાક્ષી રહ્યા હોઈને તેમણે વિભાજનની વિભીષિકા અંતર્ગત સંહાર અને માનવતા કેવી રીતે તેમની સામે આવ્યા હતા તેની વાત કરી હતી.
ગદ્યસભા એક સાહિત્યીક ચળવળ તરીકે છેલ્લા વરસથી સતત પ્રવૃત્તિશીલ રહી છે. તે બાબતની ભારતીય વર્લ્ડ રેકર્ડ સંસ્થાએ નોંધ લઈ એવોર્ડ જાહેર કર્યા હતા એ સંસ્થા વતી ડો. કૌશલ્યા દેસાઈએ ગદ્યસભાના પ્રમુખ ડો.ગંભીરસિંહ ગોહિલ અને સંવાહક માય ડીયર જયુને એવોર્ડ અને પ્રશસ્તિપત્રો અર્પણ કર્યા હતા.
કાર્યક્રમ કવિ, ગદ્યકાર સર્જકો મનોહર ત્રિવેદી, વિનોદ જોષી, અજય પાઠક, બુધસભાના કવિ મિત્રો અન્ય સંસ્થાઓના સભ્યો, યુનિવર્સિટીની વિવિધ કોલેજના પ્રાધ્યાપકો, આચાર્ય તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્વ. જયંત પાઠક પરિવારના ઉમેશ પાઠક તેમજ અન્ય સાહિત્ય રસિકો હાજર રહ્યા હતા. આભારવિધિ હરીશ મહુવાકરે કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણ સરવૈયાએ કર્યુ હતું.