નારી ચોકડી ખાતે ફોરટ્રેક રોડનાં શિલાન્યાસ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, રાજ્યપાલ ઓ.પી.કોહલી, મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી સહિતની ઉપસ્થિતિમાં ભાવનગરમાં ૮૫૨ અને મહુવામાં ૩૩૬ મુખ્યમંત્રી ગૃહ યોજનાં હેઠળનાં મકાનોનું ડિઝીટલ લોકાર્પણ કરવા ઉપરાંત પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાઉસીંગ બોર્ડનાં ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, મેયર મનહર મોરી, જિ.પં. પ્રમુખ વકતુબેન મકવાણા, ધારાસભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.