નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, રિટલ અસ્ટેટને પણ જીએસટીની હદમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. આને જીએસટીની હદમાં લાવવાના મુદ્દે જીએસટી કાઉન્સિલમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેટલીના આ સંકેતને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હારવર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપતા જેટલીએ કહ્યું હતું કે, આ મામલામાં ગુવાહાટીમાં ૯મી નવેમ્બરના દિવસે યોજાનારી જીએસટીની આગામી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેટલીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં સૌથી વધારે ટેક્સ ચોરી થાય છે જેથી તેને જીએસટીની હદમાં લાવવામાં આવે તે જરૂરી છે. જેટલીએ ભારતમાં ટેક્સ સુધારાઓ ઉપર વાર્ષિક નિવેદન કર્યું હતું. જેટલીએ ભારતમાં ટેક્સ સુધારાઓ ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં રિયલ એસ્ટેટ એવા ક્ષેત્ર તરીકે છે જેમાં સૌથી વધારે કરચોરી અને રોકડ રકમનો કારોબાર થાય છે. તે હજુ પણ જીએસટીની બહાર છે. કેટલાક રાજ્યો આના ઉપર ભાર મુકી રહ્યા છે. તેઓ વ્યક્તિગતરીતે માને છે કે, જીએસટીને રિયલ એસ્ટેટની હદમાં લાવી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીમાં આ સમસ્યા પર ચર્ચા કરવામાં આવશે. કેટલાક રાજ્યો આને જીએસટીની હદમાં લાવવા ઇચ્છુક છે. જેટલીએ ઉમેર્યું હતું કે, ટેક્સ હદ હેઠળ લોકોને લાવવા માટે આપવામાં આવતી છુટછાટ અને ઓછા ખર્ચ થવાથી બ્લેકમનીથી ચાલનાર અર્થવ્યવસ્થાનું કદ ઘટાડી દેવામાં મદદ મળશે. નોટબંધી પર જેટલીએ કહ્યું હતું કે, આ મૂળભૂત સુધાર તરીકે છે જે ભારતને વધુ એક ટેક્સ ચુકવનાર સમાજ તરીકે બદલી કાઢવામાં મદદરુપ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, નોટબંધીથી ડિજિટલ લેવડદેવડ વધી છે અને આનાથી ફાયદો થઇ રહ્યો છે.