યુવા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સીએમનાં આગમન પૂર્વે નવતર કાર્યક્રમ

1276

ભાવનગર શહેરના જીલ્લામાં ભાગી પડેલાં ધંધા-રોજગાર તેમજ દબાણના ઓઠા તળે ગરીબ માણસોને રોજી રોટી છીનવાઈ રહી છે જેવા વિવિધ મુદ્દાઓને લઈ આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા સી.એમ. રૂપાણીની વિરૂદ્ધમાં (નવતર કાર્યક્રમ)ભીખ માંગવાનો કાર્યક્રમ યોજાયો હતો પણ પોલીસે તમામ કાર્યકરોને અટકાયત કરી કલમ ૬૮ મુજબ ડીટેઈન કર્યા હતા.

ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર/જીલ્લા માં પડી ભાંગેલા ધંધા અને બેરોજગારી તેમજ દબાણના ઓઠા તળે ગરીબ વેપારીઓની રોજી-રોટી છીનવાઈ રહી છે,અને ભુતકાળમાં થયેલા વિવિધ ખાતમુહૂર્તના કાર્યો વષૉથી અધુરા છે જેવા વિવિધ મુદાઑ માટે કલેકટરને મુખ્યમંત્રીને મળવાનો સમય માંગેલ પણ નાના ગરીબ વ્યાપારીઓ કે ભાવનગરના પડતર પ્રશ્રનૉને લઇને સમય નાં ફાળવતા ભીખ માંગવાનો નવતર કાર્યક્રમ યોજેલ તે પણ સરકાર ને મંજુરના હોય પોલીસ દમન કરી તમામ કાર્યકરો ની ધરપકડ કરવા માં આવેલ. આ કાર્યક્રમ માં પ્રદેશ યુથ કોંગ્રેસ ના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા), પૂર્વ વિધાનસભા ના યુથ પ્રમુખ જયદેવસિંહ ગોહીલ, કમલેશભાઈ ચંદાણી ઉપ પ્રમુખ , કલ્પેશભાઈ મણીયાર, જિલ્લા યુથ પ્રમુખ રાજકુમાર મોરી, ઘનશ્યામસિંહ ગોહીલ, બળદેવભાઈ સોલંકી, રજાકભાઈ કુરેશી, હર્ષદીપસિંહ, ઓમદેવસિંહ, અસ્લમ શેખ, વજુભા રાણા, ઇલીયાસ મલેક, સિકંદર મઘરા, અશરફ શેખ, અબ્બાસ મર્ચન્ટ, હુસેન સુમરા, અસ્લમ પઠાણ, ઈમ્તિયાઝ પઠાણ, અફઝલ શેખ, જીતેન્દ્ર બાલધિયા દિવ્યજીત સોલંકી, દશુભા ખાચર. નીતિન ધાપા, હરેશભાઇ આહુજા, પ્રીતકભાઈ શેઠ, જાહિદભાઈ દલ, ઘનશ્યામભાઈ, વગેરે હાજર રહ્યા હતા.

Previous articleજાતિ આધારિત રાજનીતિ દૂર કરવી આવશ્યક : વેંકૈયા નાયડુ
Next articleશ્રાવણ માસના પ્રથમ દિવસે પાલીતાણાના શિવાલયોમાં જળાભિષેક કાર્યક્રમ યોજાયો