ભાવનગરના તસ્વીકાર અમુલ ખોડીદાસ પરમાર કેનેડા મુકામે ફોટોગ્રાફી પ્રદર્શન કરવા ગયા છે. તેમની ફોટોગ્રાફીનું પ્રદર્શન ટોરેન્ટો મુકામે બ્રેમ્ટોન બ્યુયોકસ આર્ટ ગેલેરી બ્રેમ્ટોનમાં બ્રેમ્ટોનના મેયર લીન્ડા જેફરીએ ઉદ્દઘાટન કરી ફોટોગ્રાફી પ્રદર્શનને ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે તેઓએ ખુબજ ખુશ થઈને ભારતીય કલાકારને પથ્થરોમાં પ્રાણ મુકીને જીવંત કર્યા છે. તેમ જણાવી આ ભારતીય કલાકારની કલામાં ક્રીએટીવીટી જોવા મળે છે તેમ જણાવી બ્રેમ્ટોન શહેરમાં ભારતીય કલાકારનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના ફાઉન્ડર કલાવિધ જોરાવરસિંહ જાદવ, ટોરેન્ટોમાં વસતા પ્રોફેશનલ ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરતસિંહ ચાવડા ઉપસ્થીત રહેલ તેઓએ રેગન હેવર્ડ ડાયરેકટર્સ ઓફ બ્યુયોકસ આર્ટની ક્રિએટીવીટીની ખુબ વખાણેલ. આ પ્રદર્શન તા. ૧ર-૮-ર૦૧૮થી તા.રપ-૮-ર૦૧૮ સુધી બ્યુયોકસ આર્ટ ગેલેરી- બ્રેમ્ટોનમાં જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.