પુષ્પનક્ષત્ર નિમિત્તે આજે ભાવનગરના સોના-ચાંદીના શો-રૂમો અને જવેર્લ્સોને ત્યાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે ભારે ગીર્દી રહેવા પામી હતી. સોના ભાવ આસમાને હોવા છતા લોકોએ જરૂરિયાત મુજબના દાગીનાની ખરીદી કરી હતી. જો કે શો-રૂમ અને જવેલર્સો દ્વારા પણ ગ્રાહકો માટે આકર્ષક સ્કીમો રાખવામાં આવી હતી.