રાજુલાનાં ચાંચ ગામેથી મરીન પીપાવાવ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે વોચમાં રહી દેશી દારૂનો જથ્થો મોટર સાયકલ પર લઈ પસાર થઈ રહેલાં ત્રણ ઈસમો ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન બે શખ્સો નાસી છુટ્યા હતા. અમરેલી જિલ્લામાં પ્રોહી અંગેના કેસો શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય તથા નાયબ પોલીસ અધિ. આર.એર.માવાણીની મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ મરીન પીપાવાવ પોસ્ટેના પો.સબ.ઈન્સ. વી.એલ. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસોએ એ.એસ.આઈ મનસુખભાઈ સોલંકી હેડ કોન્સ. રાણાભાઈ વરૂ પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ મકવાણા એલ.આર.ડી. જેરામભાઈ શિયાળ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારૈયા વિ. પોલીસ સ્ટાફના માણસોએ તા.૧૧-૮ના વહેલી સવારના ખેરા ગામેથી ગોબરભાઈ બીજલભાઈ શિયાળ ઉ.વ.૪૧ કિશન મનસુખભાઈ ગુજરિ.યા ઉ.વ.૨૧ હરીભાઈ ખાટાભાઈ ગુજરીયા ઉ.વ.૩૫ અરવિંદ મંગળ ગુજરાયા ધીરૂ જોરૂ ગુજરીયા રહે તમામ ચાંચ તા.રાજુલા વાળાઓ મહુવા તાલુકાના ડોળિયા ગામે મોટર સાયકલ ઉપર પ્લાસ્ટીકના બાચકામા દેશી પીવાનો દારૂ ભરી ચાંચ ગામે વેચવા માટે લઈ જતા હોય રેઈડ દરમિયાન ત્રણ મોટર સાયકલ તથા ૮૪ લીટર દારૂ જેમા દારૂની કિ.રુ ૨૫૨૦ તથા ત્રણ મોટર સાયકલ કિંમત રૂા.૭૦૦૦૦ મળી કુલ કિ.રૂા.૭૨૫૨૦નો મુદ્દામાલ પકડી પાડેલ છે. જેમા આરોપી અરવિંદ મંગળ તથા ધીરૂ જોરૂ મુદ્દામાલ મુકી નાસી ગયેલ જ્યારે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી લીધેલ અને પ્રોહિ ધારા તળે ગુન્હા નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ.