શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટી પડ્યો

1232

ગુજરાતના સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે સ્થિતિ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે માનવનો મહેરામણ ઉમટી પડ્યો હતો. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાથી શિવભક્તોની ભક્તિનો જાણે કે મહાસાગર ઘૂઘવી રહ્યો છે.શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ. ભક્તો આ માસ દરમિયાન મહાદેવને રીઝવવા વિવિધ સામગ્રી સાથે ભક્તિભાવથી સોમનાથ પહોચે છે. સોમનાથના માર્ગો શિવભક્તોની ભીડથી ઘેરાયેલા છે.

શ્રાવણનો સોમવાર એટલે શિવત્વની પ્રાપ્તિ માટેનો વિશેષ અવસર. સોમ એટલે કે મનના દેવતા ચંદ્રદેવે મહાદેવની ભક્તિ થકી ક્ષીણત્વથી મુક્તિ મેળવી હતી.

Previous articleરાજ્યમાં મગફળીકાંડ મામલે કોંગ્રેસ આક્રમક : ઠેર-ઠેર ધરણાં કાર્યક્રમ
Next articleસ્કૂલ-કોલેજોના કેમ્પસને ડ્રગ્સ મુક્ત કરવા સરકાર ચલાવશે ખાસ ઝુંબેશ : ગૃહમંત્રી