હૈદરાબાદમાં આઈએસ ત્રાસવાદી નેટવર્કનો પર્દાફાશ : બેની ધરપકડ

919

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઇએની ટીમ દ્વારા સ્ટેટ ટેર ગ્રુપના શખ્સ અબ્દુલ્લા બાસીત અને સીમીના પૂર્વ પ્રમુખ સૈયદ સલાઉદ્દીનના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. સૈયદની અગાઉ તેની ખતરનાક પ્રવૃતિ બદલ નોંધ લેવામાં આવી હતી.

હૈદરાબાદમાં આઇએસ ટેરર મોડલ સ્થાપિત કરવા અને હુમલાની યોજના તૈયાર કરવા બદલ આ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધાર પર સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ૨૪ વર્ષીય બાસિતની અન્ય એક ૧૯ વર્ષીય શખ્સ મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરવામાં આવી હતી.તપાસ સંસ્થાએ દાવો કર્યો છે કે તેમની પાસથી ડિજિટલ સાધનો સહિત વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. બોમ્બ બનાવવા સાથે સંબંધિત સામગ્રી તેમની પાસેથી મળી આવી છે.

તેમની પુછપરછ કરવામં આવ્યા બાદ કેટલીક નવી વિગત પણ સપાટી પર આવી છે. બાસિતની અગાઉ પણ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં એનઆઇએ દ્વારા જ્યારે હૈદરાબાદમાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે તેની બહેન પણ ઝડપાઇ ગઇ હતી. તે સિરિયામાં બેઠેલા કેટલાક આઇએસના લીડરો સાથે સીધી રીતે સંપર્કમાં હતી. તેમના આકાઓના પ્લાન હવે ફ્લોપ રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટના ગ્રુપ શખ્સની સાથે ઝડપાયેલા મોહમ્મદ અબ્દુલ કાદિરના આવાસ પર બોમ્બ બનાવવા માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. કાદીરના સંબંધમાં જે માહતી મળી છે તે મુજબ તે ૧૦ ધોરણમાં ફેલ થઇ ચુક્યો છે. આઇએસમાં સામેલ થવાના પ્રયાસ વેળા તે અગાઉ વર્ષ ૨૦૧૬માં ઝડપાયો હતો. છેલ્લા  કેટલાક મહિનાથી તેની ગતિવિધી પર તપાસ સંસ્થાઓની ચાંપતી નજર હતી. અન્ય પાચ શખ્સોની પણ હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે. જેના આધારે કોઇ નવી વિગત મળી શકે છે. હફીઝાબાદ નગરમાં બાસિતે આઈએસની ગતિવિધિ શરૂ કરી હતી. તે આ નેટવર્કનું નેતૃત્વ કરી રહ્યો હતો. ગુપ્ત બેઠકો પણ યોજી રહ્યો હતો. આઇએસની ગતિવિધિ અને વિચારધારા સાથે બાસિત અને સિમીના પૂર્વ પ્રમુખનો ભત્રીજો મોહમ્મદ અબ્દુલ બંને ખુબ પ્રભાવિત હતા. અગાઉ ગુનાતિ પ્રવૃત્તિમાં પણ સામેલ રહ્યા છે. હવે એનઆઈએ દ્વારા તેમની ગતિવિધિમાં તપાસ હાથ ધરી છે.

Previous articleલોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ અવસાન
Next articleમોદીના રોજગાર મોડલને લઇ રાહુલ ગાંધીના આકરા પ્રહારો