હાપુડ મોબ લિંચિંગ : યુપી પોલીસને નોટિસ ફટકારાઈ

794

ઉત્તરપ્રદેશના હાપુડમાં મોબ લિંચિંગના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે મેરઠના આઇજીને આદેશ કર્યો છે કે, તેઓ આ મામલાની તપાસ કરીને બે સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે. હાપુડમાં લિંચિંગના મામલામાં ભીડે એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે અન્ય એક ઘાયલ થઇ ગયો હતો. ઘાયલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુરક્ષા આપવાની માંગણી કરવામાં આવી હતી.

આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે મામલાની સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસને નોટિસ જારી કરીને રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર સમીઉદ્દીન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને લઇને હોબાળો મચેલો છે.

સમીઉદ્દીને કહ્યું છે કે, લોકોએ તેને ટાર્ગેટ બનાવ્યો હતો. આ ગાળા દરમિયાન તેને ખરાબરીતે માર મારવામાં આવ્યો હતો. સમીઉદ્દીને અરજીમાં સુરક્ષાની માંગ કરી હતી. સાથે સાથે એસઆઈટી મારફતે તપાસની માંગ પણ કરી હતી. અરજીમાં મામલાની સુનાવણી ઉત્તરપ્રદેશની બહાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. કેસ ટ્રાન્સફર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. મામલામાં હાલમાં જ એક ટીવી ચેનલના સ્ટીંગના અહેવાલ પણ સપાટી ઉપર આવ્યા હતા. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ ખાનવીલકર અને જસ્ટિસ ચંદ્રચુડની બેંચે ઉત્તરપ્રદેશન હાપુડ જિલ્લા એસપીને આદેશ કર્યો છે કે, ફરિયાદ અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોની વિનંતી ઉપર ધ્યાન આપે અને અરજી કરનારની રજૂઆત પણ સાંભળવામાં આવે. સુરક્ષા તરફ ધ્યાન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પણ ફટકારી છે. સાથે સાથે મેરઠ રેંજના આઈજીએ કહ્યું છે કે, તે મામલાની તપાસ કરીને આ મામલામાં રિપોર્ટ રજૂ કરે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૨૮મી ઓગસ્ટના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સાતમી ઓગસ્ટના દિવસે હાપુડમાં મોબ લિંચિંગની ઘટના બની હતી. અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સહમતિ આપી હતી અને કહ્યું હતું કે, ૧૩મી ઓગસ્ટના દિવસે સુનાવણી કરાશે જેના ભાગરુપે આજે સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેંચની સમક્ષ એડવોકેટ દ્વારા દલીલ આપવામાં આવી હતી કે, ૧૮મી જુલાઈના દિવસે ૪૫ વર્ષના કાશીમ કુરેશીની હત્યા કરી દેવામાં આવી હતી. કાશીમ અને સમીઉદ્દીન સાથે જઇ રહ્યા હતા ત્યારે હાપુડમાં લોકોએ બંનેને નિર્દયરીતે માર માર્યો હતો. બંને ગૌહત્યામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Previous articleજેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદ પર હિંસક હુમલો
Next articleમારામારી કેસના ચાર્જશીટમાં કેજરીવાલ સહિત ૧૩ના નામ