આજે તા. ૧૩ ઓકટોબરે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૧૭ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ચિત્રા, ભાવનગર ખાતે યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ અંતર્ગત કુલ ૫૦,૫૯૬/- લાભાર્થીઓને કુલ રૂપિયા ૬૭. ૯૨ કરોડની સહાય ભૌતિક સ્વરૂપમાં, લોન સ્વરૂપમાં, ક્રેડીટ સ્વરૂપમાં હુકમોના સ્વરૂપમાં,વસ્તુના સ્વરૂપમાં ચુકવાઈ હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતું કે ગરીબોને હાથો હાથ સહાય આપી અને ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ રાજ્યના ભુતપુર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયો. સમય જતા આ પ્રકારના કાર્યક્રમને અભુતપુર્વ સફળતા મળી અને લાખો લાભાર્થીઓને કરોડો રૂપિયાની સહાય ચુકવાઈ. તેમણે મુખ્યમંત્રી અમ્રુતમ માં યોજના, કુવરબાઈનું મામેરૂ યોજના, પાલક માતા પિતા સહાય યોજના સહિતની યોજનાની વિગતે જાણકારી આપી તેનો લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. જી. એમ. ડી. સી.ના જનરલ મેનેજર એ. કે. ગર્ગે રૂપિયા ૧.૧૧ લાખનો ચેક તથા બાયો સ્ટડ ઈન્ડિયા લી. દ્વારા રૂપિયા ૧૫ હજારનો ચેક કન્યા કેળવણી નિધિમાં ફાળા સ્વરૂપે મંત્રીને અપાયો હતો. મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પ્રતિક સ્વરૂપે ભૌતિક સ્વરૂપમાં, લોન સ્વરૂપમાં, ક્રેડીટ સ્વરૂપમાં હુકમોના સ્વરૂપમાં,વસ્તુના સ્વરૂપમાં ચુકવાઈ હતી. આ કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહુવાના ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, નાયબ કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, પ્રોબેશનરી આઈ. એ. એસ. વિપીન ગર્ગ, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એફ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.