લોડ્‌ર્સ ટેસ્ટમાં અમે હારના લાયક જ હતા : વિરાટ કોહલી

1675

ટેસ્ટની નંબર વન ટીમને રવિવારે ઇગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો. મચમાં હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી થોડો નિરાશ નજર આવ્યો. તેણે કહ્યું કે, આ મેચ (લૉર્ડસ ટેસ્ટ)મા અમે હારના જ લાયક હતા. જો તેની નિરાશાને જોવામાં આવે તો સ્કોર બોર્ડથી જ સાફ થઇ જાય છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝના લૉર્ડસમાં રમાઇ રહેલ મેચમાં ચોથા દિવસે પાણીમાં બેસી ગઇ. વિરાટે મેચ બાદ માન્યુ કે, હાલાતને જોતા અંતિમ ૧૧ ખેલાડીઓની પસંદગી કરવામાં ભૂલ થઇ ગઇ.

મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનને લઇ નિરાશા જાહેર કરતા કોહલીએ કહ્યું કે, તેને એવું પ્રદર્શન કર્યુ કે જેના પર ગર્વ ના કરી શકાય. તેણે ઇંગ્લેન્ડ ટીમની સખત મહેનતના વખાણ કર્યા અને કહ્યું કે, ખુબ જ મહેનત સાથે જ ઇંગ્લેન્ડે મેચ દરમિયાન યોગ્ય નિર્ણયો લીધા અને પ્રતિબદ્ધતા દેખાડી જે તેમને જીત તરફ લઇ ગઇ.

મેચના પૂર્ણ થયા બાદ કોહલીએ કહ્યું,’અમે રમતમાં જે પ્રદર્શન કર્યુ તેના પર ગર્વ ના કરી શકાય. ગત પાંચ મેચોમાં આવું પ્રથમ વાર બન્યુ છે કે અમે યોગ્ય રીતે રમી શક્યા નથી. અમે હારવા લાયક જ છીએ.’ જોકે, કોહલીએ એવું પણ કહ્યું કે, ખરાબ બેટિંગને હાર માટે જવાબદાર ઠેરવી શકાય નહી.

તેણે કહ્યું,’જ્યારે તમે રમી રહ્યા હોવ ત્યારે તમે ખરેખર સ્થિતિઓ વિશે વિચારી શક્તા નથી. તમે બેસીને તે વિશે પાલન કરી શક્તા નથી, ઘણી વખત બોલ તમારી પસંદગીની દીશામાં પણ જતો નથી.’

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમીને બીજી ટેસ્ટ મેચમાં કમર દર્દ સાથે બેટિંગ કરી. જોકે, તેમણે ભરોસો અપાવ્યો છે કે, નોટિંધમમમાં ૧૮ ઓગષ્ટે યોજાનાર અગામી મેચ પહેલા પૂરી રીતે ફીટ થઈ જશે.

Previous articleમેડલ જોઈતા હોય તે પ્રકારની સુવિધા પણ મળવી જોઈએ : વીનેશ ફોગાટ
Next articleરવિ શાસ્ત્રી ફાઈટરની સાથે સાથે અહંકારી પણ છે : સંદીપ પાટિલ