મગફળી કાંડ મુદે ગાંધીનગર કોંગ્રેસે સે.૬ ખાતે દેખાવો યોજયાં

1055

રાજ્યમાં મગફળી કાંડ સામે આવી રહ્યા છે, એક પછી એક ગોડાઉનમાંથી મગફળીની જગ્યાએ કોથળામાંથી માટીના ઢેફા નિકળી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રહી રહીને વિરોધ કરવામાં આવ્યો હતો. સત્યાગ્રહ છાવણીએ એકઠા થઇને ધરણા કરી રવાના થઇ ગયા હતા. પ્રદેશ કક્ષાએથી મળેલા આદેશને માત્ર કરવા પુરતો કર્યો હોય તેવુ જોવા મળતુ હતુ.

રાજ્યમાં અનેક કૌંભાંડ જાહેર થઇ રહ્યા છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસ માત્ર આક્ષેપ કરીને રવાના થઇ જાય છે. જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જ આ જ બાબતનુ અનુકરણ કરાતુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. મહાપાલિકા દ્વારા ર઼ગમંચના ભાડામાં ડબલ વધારો કરવામાં આવ્યો હોવા છતા નાગરિકોની સાથે રહ્યા નથી અને વિરોધ કરવામાં આવ્યો નથી.

મગફળી કાંડની તપૈાસ કરવાને બદલે સરકાર કૌભાંડીયોને છાવરી રહી છે. આ કોંગ્રેસના આગેવાનોએ મગફળી કાંડ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કથિત આક્ષેપોને ફગાવી દઈને સમગ્ર મગફળી કાંડની તપાસ હાઇકોર્ટના જજ દ્વારા કરાવવાની માંગ કરી જે બાબતે સરકારે ત્વરીત કાર્યવાહી કરવી જોઇએ.

Previous article૧પ મી ઓગષ્ટે રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓ
Next articleગાંધીનગરમાં પાર્કીંગ ખોલાવવા મુદે દબાણનો રાઉન્ડ આજે પણ ચાલુ રહ્યો