ગુજરાતના રાજકારણમાં લોકસભા પહેલાની તૈયારીઓ થઈ રહી હોય તેમ આજે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પક્ષ પલટાં કર્યા હતા. કોંગ્રેસના બે અને ભાજપના બે એમ કુલ ચાર નેતાઓએ આઝાદીની ઉજવણી પહેલા પોતાની વર્તમાન પાર્ટીને અલવિદા કરીને કમળ અને પંજો પકડી લીધા હતા.
ભાજપના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય સામજીભાઈ અને રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરે કેસરિયાને રામરામ કરીને પંજો પકડ્યો હતો. તો સામે બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય બાલકૃષ્ણ જીરાલા અને બનાસકાંઠા જિલ્લા મહામંત્રી હરેશ જોષી કોંગ્રેસના પંજાને છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.