સુષ્મા સ્વરાજ આજે રાજ્યના ૧૦૦ સ્થળે મહિલાઓ સાથે સંવાદ કરશે

747
bhav-14102017-2.jpg

૧૪મી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યના ૧૦૦થી વધુ સ્થાનો પર એક લાખથી વધુ ગુજરાતની નારી શક્તિ સાથે સીધો સંપર્ક-સંવાદ કરશે અને તેના સવાલોના જવાબો પણ આપશે. આ સાથે જ આવનાર ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણીમાં બહેનોના મનમાં રહેલી મતદાન અને રાજનીતિ અંગે મુંઝવણને દુર કરશે. આજે જ્યારે દેશની નારી પુરૂષ સમોવડી બની દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની આગળ વધી રહી છે ત્યારે નારી શક્તિનો અબળા કે મતદાર તરીકે નહીં પણ દેશની દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની આગળ વધી રહી છે ત્યારે નારી શક્તિનો અબળા કે મતદાર તરીકે નહીં પણ દેશની ભાગ્ય વિધાતા તરીકે તેઓને દેશના સાંપ્રત અને પ્રવાહી રાજકારણ સાથે સીધા જોડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરશે.
સુષ્મા સ્વરાજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યના ૧૦૦થી વધુ સ્થાનો પર એક લાખથી વધુ ગુજરાતી નારીશક્તિ સાથે સીધો સંપર્ક-સંવાદ કરવાના છે ત્યારે ભાવેણાની બહેનોને આ અદભૂત અને અભૂતપૂર્વ લહાવો મળે એ પ્રકારનો આ નવતર કાર્યક્રમ મહિલા મોરચાના માધ્યમથી આવતીકાલે બપોરે ર-૦૦ કલાકે ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાશે. જેમાં ભાવનગર મહાનગરની ૧ર૦૦ બહેનો જોડાશે અને સુષ્માજી સાથે સવાલ જવાબ કરશે. શહેરની વિદ્યાર્થીનીઓ, યુવા બહેનો, વિવિધ સમાજ અને ક્ષેત્રની અગ્રણી બહેનો, સામાજીક આગેવાન બહેનો, શહેરની સામાજીક સંસ્થાની આગેવાન બહેનો સહિત શહેરના નારી ધનને આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Previous article રાજપુત સમાજનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે રોષ
Next article આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનું ચેકીંગ