કોહલીની મનમાની?, કેએલ રાહુલ નિષ્ફળ છતાં ટીમમાં સ્થાન બનાવવામાં મોખરે

1097

કેએલ રાહુલ, આ નામ સાંભળતાની સાથે જ તમને વિરાટ કોહલી માફક દાઢી રાખનાર એક કેલાડીની યાદ આવશે. આ વર્ષે આઇપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે સૌ કોઇના દીલ જીતનાર આ ખેલાડીને ટીમ ઇન્ડિયાના સૌથી સારા બેટ્‌સમેનમાં તેની ગણતરી થાય છે. ઘણા દિગ્ગજોએ તેના વખાણ કરતા કહ્યું છે કે, તેને દરેક ફોર્મેટમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઇએ.

હવે જ્યારે ટી-૨૦ સીરિઝની પ્રથમ મેચમાં જ્યારે તેણે સદી ફટકારી ત્યારે લાગ્યું કે, આ ખેલાડીમાં દમ છે. હેવ પ્રવાસ આગળ વધવા લાગ્યો અને રાહુલનું સારૂ પરફોર્મન્સ પાછળ છૂટવા લાગ્યું. પહેલા વન ડે સીરિઝમાં તેને સદી ફટકારી ત્યારે પ્રશંસકોને પણ લાગ્યું કે તેનામાં દમ છે. ટીમ મેનેજમેન્ટએ પણ આ ખેલાડી પર વિશ્વાસ દાખવ્યો અને પ્રથમ મેચમાં ચેતેશ્વર પુજારાને બહાર બેસાડી, તેને પ્લેઇંગ ઇલેવનાં શામેલ કરવામાં આવ્યો અને બીજી મેચમાં શિખર ધવને પણ પોતાનું સ્થાન પ્લેઇંગ ઇલેવનમાંથી ગુમાવી દીધું.

Previous articleરણવીર -દિપિકાના લગ્ન નક્કી
Next articleઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારત સામેની બાકી મેચો પણ ગુમાવે તેવી સંભાવના