રાજુલાના કતારથી નાના બારમણ આઝાદી પછી સૌપ્રથમવાર રોડનું ખાતમુહુર્ત સાથે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે એક સાથે ર રોડના ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તેમજ કાતર દરબાર દાદાબાપુ વરૂ સરપંચ અંબરીષભાઈની હાજરી હતી. રાજુલા તાલુકાના કાતર ગામથી નાના બારમણ જેઅ ાઝાદી પછી સૌપ્રથમ પહેલીવાર નવા રોડનું ખાતમુહુર્ત સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી સાથે કાતર દરબાર દાદબાપુ વરૂ, વાધાભાઈ મકવાણા, સંજયભાઈ સાંખટ, નિતિનભાઈ જાની સહિત ઉપસ્થિત રહી જુની કાતર ગામે ર૮ લાખના ખર્ચે બનેલ હોસ્પિટલનું ખાતમુહુર્ત તેમજ બે કરોડના સોળ લાખના ખર્ચે જુની કાતરથી નાન બારમણ રોડનું સૌપ્રથમવાર ખાતમુહુર્ત કરાયુ તેમજ વિશેષમાં હિંડોરણાથી ત્રાકુડા ૭- મીટર પહોળો રોડ ૧૬ કરોડના ખર્ચે બનશે તેનું પણ ખાતમુહુર્ત કરાયુ તેમજ કાતર ગામમાં ૧પ લાખના ખર્ચે બનેલ બ્લ્ક રોડનુ લોકાર્પણ પણ કરાયું સાથે તે જ દિવસે જાફરાબાદ તાલુકાના હેમાળા ગામેથી પાટી માણસા તેમજ હેમાળા ગામેથી લોર આમ બે રોડ નવા બનાવવા માટે હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ, બચુભાઈ બારૈયા, બચુભાઈ બાંભણીયા તેમજ જગદીશભાઈ ધીરૂભાઈ પડશાળા સાથે દેવશીભાઈ પડશાળા મોટા માણસાના ગભરૂભાઈ તેમજ પાટી માણસાના સરપંચ કુલદીપભાઈ ઘનશ્યામભાઈ વરૂની ટીમ હાજર રહેલ.