દામનગર ના ધામેલ ગામ ના ખેડૂતો એ પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી એ ડેપ્યુટી ઈજનેર ને ગ્રામ પંચાયત ધામેલ ના સરપંચ ની આગેવાની માં આવેદન પત્ર પાઠવ્યું લોવોલ્ટ અને અનિયમિત વીજ પ્રવાહ થી ત્રસ્ત ખેડૂતો દ્વારા દામનગર ની પી જી વી સી એલ કચેરી ને રજુઆત કરતા ખેડૂતો ભરતભાઈ પાલડીયા માવજીભાઈ વધાસિયા ઠાકરશીભાઈ બાબરીયા દિપકભાઈ ગોગદાણી વજ્રભાઈ વધાસિયા હિંમતભાઈ ગોગદાણી રસિકભાઈ ગોગદાણી પ્રેમજીભાઈ વધાસિયા પોપટભાઈ વધાસિયા ભીખાભાઈ માલદાર મધુભાઈ ડોબરીયા સહિત ના ખેડૂતો દ્વારા લોવોલ્ટ અને ફોલ્ટ રિપેરીગ અનિયમિત વીજ પ્રવાહ જેવા પ્રશ્ને દામનગર ખાતે આજે રોજ વિશાળ સંખ્યા માં આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી હતી.