ભાવનગર શહેરની સાથે સાથે તાલુકા વિસ્તારોમાં પણ અવારા-ગુંડા તત્વોનો ત્રાસ વધતો જાય છે. અવાર-નવાર મારા-મારી લૂંટ, હત્યા, ખંડણી સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં નોંધ પાત્ર વધારો નોંધાવા પામ્યો છે અને તાલુકાઓમાં ગુંડા તત્વો પોતાની ગેંગ બનાવી સામાન્ય માણસ પર હત્યા ચાર કરે છે જેમાં આજરોજ તળાજા ખાતે જમીન મામલે બે ગેંગ વચ્ચે ચાલતી માથાકુટમાં ફાયરીંગ થયુ હતું જો કે કોઈને ઈજા થયાની વિગતો ખુલવા પામી ન હતી.બનાવની મળતી વિગતો મુજબ તળાજાના લક્ષ્મીનગર વિસ્તારમાં મોડી સાંજે બે કારમાં આવેલાં શૈલેષ ધાંધલ્યા ગેંગના માણસો પર મુકેશ નામના શખ્સે ફાયરીંગ કર્યુ હતું. ફાયરીંગ કરનાર શખ્સ મુકેશ પણ પોતાની એક ગેંગ ચલાવે છે અને જમીન મામલે બન્ને ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલે છે. જે અદાવતને કારણે આજરોજ મુકેશ નામના શખ્સે શૈલેષ ગેંગના માણસો પર ફાયરીંગ કર્યુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું. બનાવની જાણ થતાં તળાજા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને લોકોનાં ટોળા એકઠા થયા હતા બન્ને ગેંગ વચ્ચે ચાલતી માથાકુટના કારણે આજુ-બાજુના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અને લોકો ભયના ઓથાર તળે જીવે છે તંત્ર દ્વારા આવા ગેંગસ્ટરો પર કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.