ઘોઘા ગામે આવેલ ઘોઘા કન્યા શાળા ખાતે આઝાદી પર્વ ૧પ ઓગષ્ટની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામના સરપંચ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમી ગ્રામજનો બાળકો દ્વારા સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાની બાળઓએ બેટી બચાવો નાટક રજુ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તા.પં. સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.