મતદાનના સમયમાં ૧ કલાકનો વધારો કરવા અંગે વિચારણા

743
guj15102017-9.jpg

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ (ફફઁછ્‌)નો ઉપયોગ થવાનો છે, જેના પગલે મતદાનમાં વધુ સમય જાય તેમ હોઈ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવા માટે રજૂઆત કરાઈ છે અને આ મુદ્દે ચૂંટણી પંચ વિચારણા કરી રÌšં હોવાનું જાણવા મળે છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. જેમાં આગામી ૨૫ ઓકટોબર સુધી બૂથ લેવલ ઓફિસર તેમના વિસ્તારમાં આવેલા તમામ ઘરોની મુલાકાત લઈ મતદારની વિગતોની ચકાસણી કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે તમામ મતદાન કેન્દ્રો પર ફફઁછ્‌ મશીન મુકવામાં આવશે. મતદાર પોતાનો મત કોને આપ્યો છે તેની Âસ્લપ આ મશીનમાંથી નિકળશે અને સાત સેકન્ડ સુધી રહ્યા બાદ નીચે બોકસમાં જતી રહેશે. આમ એક મત પાછળ સાત સેકન્ડ જેટલો વધારાનો સમય જશે. અત્યાર સુધી રાજયમાં વિધાનસભાની ચૂંટણીમાં ૮ વાગ્યાથી લઈને ૫ વાગ્યા સુધી મતદાન કરી શકાતું હતું. પરંતુ આ વખતે ફફઁછ્‌ મશીનના પગલે સમય વધુ જાય તેમ હોઈ ચૂંટણી પંચ સમક્ષ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવાની રજૂઆત કરાઈ છે. આ રજૂઆત હાલમાં ચૂંટણી પંચ સમક્ષ વિચારણાધિન છે અને ટૂંક સમયમાં તે અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ કલેકટર અવંતિકા સિંઘે મતદાર યાદી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાર યાદી ખામી રહિત અને વિશ્વસનીય રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બૂથ લેવલ ઓફિસર દ્વારા તેમના વિસ્તારમાં આવેલા તમામ ઘરોની ૨૫ ઓકટોબર સુધીમાં મુલાકાત લઈ બુથ લેવલ રજિસ્ટરમાં નોંધવામાં આવેલા ગેરહાજર, સ્થળાંતર, અવસાન પામેલા મતદારો અંગેની વિગતોની ચકાસણી કરશે. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરી જરૂરી પુરાવા સાથે બીએલઓને આપી શકાશે.  વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં નામ દાખલ કરવાની આ આખરી તક હોઈ તમામ લોકોએ સહકાર આપવો.
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવખત ફફઁછ્‌ મશીનનો ઉપયોગ કરવામાં આવનાર હોઈ બીએલઓ દ્વારા તમામ ઘરોમાં ફફઁછ્‌ની સમજણ આપતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. મતદાર મત આપે ત્યાર બાદ ફફઁછ્‌ મશીનમાં મતદારે જેને મત આપ્યો છે તે ઉમેદવારનું નામ, ક્રમ નંબર અને ચિહ્રન દર્શાવતી Âસ્લપ સાત સેકન્ડ માટે જાઈ શકશે. ત્યારબાદ Âસ્લમ મશીનની નીચે જતી રહેશે.

Previous articleચૂંટણી જંગ હવે ‘મોદી V/s રાહુલ ગાંધી’ બની ચૂકયો છે
Next articleCCSમાં આજે પાંચ પૈકી બે મહિલાઓ છે: સુષ્મા