ભાવનગરમાં આજરોજ ફરી વરસાદી માહોલ બનતાં વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરના રૂપાણી સર્કલ દિવડી પાસે એક મહાકાય વૃક્ષ ધરાશય થયું હતું. જયારે સર.ટી. હોસ્પિટલના પટાંગણમાં મસમોટુ વૃક્ષની મોટી ડાળી એક મોટર સાયકલ પર પડતાં નુકશાન થવા પામ્યું હતું. આ બન્ને બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.