કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહ છે. મોતનો આંકડો ઝડપથી વધીને ૩૨૪થી ઉપર પહોંચી ગયો છે. બે લાખ ૨૩ હજારથી વધુ લોકો હજુ પણ રાહત કેમ્પોમાં છે. ૧૫૫૬ જેટલા રાહત કેમ્પ ઉભા કરવામાં આયા છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે.
જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ નદીઓના કારણે જળપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ૮મી ઓગસ્ટથી હાલત કફોડી બનેલી છે. આઠ હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે.
કોચી એરપોર્ટને ૨૬મી ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૨ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે.
વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં પણ હાલલ કફોડી બનેલી છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા થઇચુક્યા છે. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લેવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.દરમિયાન હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે. બચાવ અને રાહત કામગીરીમાં સેના મદદ કરી રહી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો વધીને ૧૦૦થી ઉપર પહોંચી ગયો છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે.કોચિ મેટ્રો બંધ રાખવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે . રાહત કેમ્પમાં ૭૦૦૦૦થી વધુ લોકો આસરો લઇ રહ્યા છે. વાયનાડમાં સૌથી વધુ કફોડી હાલત બની છે. અહીં ૧૪૦૦૦ લોકો રાહત છાવણીમાં છે. નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હજુ ઘટી રહી નથી. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦થી વધુ પરિવારોને માઠી અસર થઇ છે. પુરના કારણે કેરળના મોટા ભાગના વિસ્તારોમાં પરિવહન સેવા ઠપ છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે. પેરિયાર નદીમાં પુરનુ પાણી વધી જવાના કારણે તમામ મોટા બંધમાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોચિ શહેરમાં તમામ સેવા ઠપ થઇ ગઇ છે. કોચિ મેટ્રો દ્વારા મટ્ટમ યાર્ડમાં પાણી ભરાઇ જવાના કારણે આજે સવારે ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. કેરળમાં હાલમાં સુધારો થવાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી.