દર્શક વ્યાખ્યાન માળા અંતર્ગત પૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ

1055

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે દિવસે મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન માળા સાથે પૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે.

સણોસરા ખાતે ચિંતક સર્જક મનુભાઈ પંચોળી દર્શક સ્મારક વ્યાખયાન માળાના સોળમાં મણકાનું વ્યાખ્યાન બુધવાર તા. ર૯ના સવારે યોજવામાં આવેલ છે, જેમાં અર્થશાસ્ત્રી પાધ્યાપક હેમંતભાઈ શાહ દેશના વિકાસની દશા અને દિશા વિષય પર વ્યાખ્યાન આવશે.

વ્યાખ્યાન માળા સાથે પુર્વ વિદ્યાર્થીઓના સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં ગજરાબેન ચૌધરી (સમાજ સેવા), રવીન્દ્રભાઈ અંધારિયા (શીક્ષણ ) સાહિત્ય), વિનોદભાઈ મકવાણા (શિક્ષણ- ગ્રામ વિકાસ) તથા વિનોદભાઈ કેવરિયાનો સમાવેશ થાય છે.

લોકભારતી સણોસરાના આ વ્યાખ્યાન તથા સન્માન કાર્યક્રમ માટે સંસ્થાના વડા રઘુવીરભાઈ ચૌધરી, અરૂણભાઈ દવે અને નિયામક હસમુખભાઈ દેવ મુરારિ આયોજનમાં રહ્યા છે.

Previous articleટોરેન્ટોમાં રાજેન્દ્ર પ્રસાદજીની શિવકથા
Next articleદારૂલ ઉલુમ નુરે મોહમંદી દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ