શહેર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ આજે પણ શરૂ રહ્યા હતા. આ શ્રાવેણી સરવડા થકી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી છે. ભાવનગર શહેર જિલ્લામાં વસતા લોકો હજુ પણ ધોદમાર વરસાદની કામના કરી રહ્યા છે. ત્યારે મેઘરાજા મન મુકીને વરસી નથી રહ્યા પરંતુ શ્રાવણ માસના સરવડા રૂપે લોકોને આશાવાદ ચોક્કસ બંધાવી રહ્યા છે. આજે દિવસભર વાદળો વચ્ચે સૂર્ય નારાયણ સંતાકુકડીઓ રમી રહ્યા હતા સવારે તથા સાંજના સમયે ઘનઘોર વાદળો ઘેરાયા હતા પંરતુ માત્ર ઝરમરીયા વરસાદ વરસતા લોકો નિરાશા થયા હતા હાલ મઘાનક્ષત્ર ચાલી રહ્યુ છે. આથી શ્રીકાર વરસાદ થવાની પૂરે પુરી શક્યતાઓ રહેલી છે જો સારા પ્રમાણમાં વરસાદ થશે તો લોકોના હૈયે હાશકારો થશે શહેર સાથે સમગ્ર જિલ્લામાં પણ હળવા ઝાપટાઓ વરસ્યા હતા.