બોર્ડર સીકયુરીટી ફોર્સ દ્વારા રર મીએ હાફ મેરેથોનનું શહેરમાં આયોજન

884
gandhi16102017-3.jpg

ભારત પાકિસ્તાન તથા ભારત-બાંગ્લાદેશની સરહદ પર રાત દિવસ દેશની રક્ષા માટે તૈનાત પ્રથમ હરોળની સુરક્ષા એજન્સી બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ)માં દેશનાં રક્ષણ માટે ૨ હજાર જેટલા સૈનિકોએ શહિદી વ્હોરી છે. જેમાં ગુજરાતનાં પણ ૨૦ જવાનોએ પ્રાણ ન્યોછાવર કર્યા છે. ત્યારે શહિદોનાં સન્માન તથા તેમનાં બલીદાનને જીવંત રાખવા ગાંધીનગરનાં ચિલોડા સ્થિત બીએસએફ ગુજરાત ફ્રન્ટીયત દ્વારા તા ૨૨મી ઓક્ટોબરનાં રોજ સીમા સુરક્ષા બલ હાફ મેરેથોન યોજાવા જઇ રહી છે. ૨૧ કીમીની દોડમાં વિવિધ સુરક્ષા બળોની સાથે રાજયભરનાં દોડવીરો પણ જોડાશે. 
બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરનાં જીઆઇડી કે તોમરે ગાંધીનગરમાં હાફ મેરેથોન દોડનાં આયોજન અંગે જણાવ્યુ હતુ કે બોર્ડર સિક્યુરીટી ફોર્સનાં જવાનોએ દેશની સીમા પર દેશની રક્ષાનાં પોતાનાં કર્તવ્યને ખાતર સર્વોચ્ચ બલીદાન આપ્યા છે. 
રાષ્ટ્રએ તેમનાં બલીદાનને સદૈવ યાદ રાખવા જોઇએ. ૧૯૭૧નાં ભારત પાકિસ્તાનનાં યુધ્ધમાં બાંગ્લાદેશની સ્થાનપનામાં બીએસએફનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે બીએસએફનાં જવાનોનાં બલીદાનોને નાગરીકો વચ્ચે લઇ જવા માટે સીમા સુરક્ષા બલ હાફ મેરેથોનનું ૨૨મી ઓક્ટોબરે ગાંધીનગર બીએસએફથી આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં નેવી, આર્મી, બીએસએફ, મરીન, સ્પોર્ટસ્‌ ઓથોરીટી ઓફ ઇન્ડીયા તથા ગુજરાતનાં દોડવીરો જોડાશે. બીએસએફ કેમ્પસ વહેલી સવારે ૫ વાગ્યે શરૂ થનારી દોડ વાયુસેના રોડ, પાલજ, આઇઆઇટી ગાંધીનગર, ગીફ્‌ટસીટી રોડ થઇને ૨૧ કિમીની દોડ સાથે બીએસએફ કેમ્પસ ખાતે પુર્ણ થશે. 
૧૬ વર્ષથી વધુ ઉમરનાં દોડવીરો ફીટનેશ સર્ટી સાથે આવીને જોડાઇ શકશે. ગાંધીનગરમાં યોજાનાર બીએસએફ હાફ મેરેથોન અંગે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરનાં ડીજી કે તોમર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 

Previous articleશહેરી વિસ્તારના ગરીબ કલ્યાણ મેળાનો ૬૩૧૦ લાભાર્થીઓને લાભ
Next articleઅધિકારી-કર્મચારી મંડળના હસ્તે નવિન બોરનું ખાતમૂહર્ત