ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં ધમારેદાર પ્રદર્શન કરતા ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે છ વિકેટે ૩૦૭ રન કર્યા હતા, જેમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેનોની મજબૂત કામગીરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ સદીથી ફક્ત ત્રણ રન જ ગુમાવી દીધા હતા. તેણે ૧૫૨ બોલમાં ૯૭ રન કર્યા હતા. પ્રથમ ટેસ્ટમાં રમી રહેલા રિષભ પંતને છેલ્લી ઘડીએ ભવ્ય રેકોર્ડમાં તેમનું નામ મળ્યું હતું. કુલ ૨૨ રન પર અણનમ પરત ફર્યો હતો. ઋષભ પંત પોતાની આક્રામક બેટિંગ માટે ઓલખાય છે. અને આ અંદાજ તેણે ટેસ્ટમાં પણ ચાલુ રાખ્યો. પંતએ પોતાનું ખાતુ ટેસ્ટ મેચની બીજી બોલ પર જ છક્કો ફટકારીને ખોલ્યું. તે બોલ ઇંગ્લેન્ડના બોલર આદિલ રાશિદનો હતો. પંતએ હાર્દિક પાંડ્યાનો સારો સાથ આપ્યો અને બંન્નેએ મળીને ટીમનો સ્કોર ૩૦૦ રનને પાર પહોંચાડ્યો. આ સાથે જ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગો મારીને ખાતુ ખોલાવનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ઑવરઓલ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ટેસ્ટ ક્રિકેમાં છ રન સાથે ઇનિંગની શરૂઆત કરનાર તે ૧૨મો ખેલાડી છે.
ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં ધમારેદાર પ્રદર્શન કરતા ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે છ વિકેટે ૩૦૭ રન કર્યા હતા, જેમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેનોની મજબૂત કામગીરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ સદીથી ફક્ત ત્રણ રન જ ગુમાવી દીધા હતા. તેણે ૧૫૨ બોલમાં ૯૭ રન કર્યા હતા.