અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયાના વાઈસ પ્રેસીડેન્ટ ભાનુકુમારની પુત્રી પ્રિયલને શ્રધ્ધાસુમન અર્પવા રાજુલા-જાફરાબાદના રાજકિય નેતાઓ, વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી શોક વ્યક્ત કરાયો હતો.
રાજુલા તાલુકાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના વાઈસ પ્રેસીડેન્ટ ભાનુકુમાર (એચ.આર. વિભાગ)ની પુત્રી કુ.પ્રિયલ કે જેનું મુંબઈ ખાતે અવસાન થતા અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ-કોવાયા ખાતે તેમજ નર્મદા સિમેન્ટ જાફરાબાદ સહિતમાં શોક છવાયો હતો. કુ.સ્વ.પ્રિયલને શ્રધ્ધાસુમન અર્પણ કરવા રાજુલા-જાફરાબાદના રાજકિય આગેવાનો કોલોની ખાતે યોજાયેલ શોકસભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કોવાયા યુનિટ હેડ ગોપીકાપ્રસાદ તિવારી, વિજયકુમાર એકરે, મેનેજર ખોસાલા, સદાનંદ, ભુપેન્દ્રસિંહ, વિનુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, યોગેશભાઈ ભટ્ટ, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ખેડૂત અગ્રણી અને જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ તેમજ ભાજપ પરિવાર તરફથી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ સહિતે શ્રધ્ધાંજલી અર્પી હતી.