સિહોર શહેર એક ઐતિહાસીક અને પુરાન પ્રસિદ્ધ છે સિહોરમાં નવનાથનાં નવ શિવાલયો આવેલા છે. જેમાં રામનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, રાજનાથ મહાદેવ, જોડનાથ મહાદેવ, ધારનાથ મહાદેવ, કામનાથ મહાદેવ અને પ્રગટનાથ મહાદેવ સમાવેશ થાય છે. આ નવનાથના આ એક પ્રગટનાથ મહાદેવ છે આ નવનાથની શ્રાવણ માસમાં પગપાળા યાત્રાનો મોટો માતમ છે સિહોર શહેર તેમજ સિહોર તાલુકાના ગામડા અને ભાવનગર જીલ્લાનું નાના નાના બાળકોથી માંડી અબાલ વૃદ્ધોથી માંડી સ્ત્રી-પુરૃષો સિહોરમાં નવનાથની યાત્રા કરવા શ્રાવણ માસ દરમ્યાન મોટા ટોળા પગપાળાની યાત્રા કરવા સિહોરમાં ઉમટી પડે છે. આ નવનાથપૈકીનાં આ એક પ્રગટનાથ મહાદેવ છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટો મેળો ભરાય છે. આ પ્રગટનાથ મહાદેવનો એક ઇતિહાસ છે. સિહોર એક કપોળ વણિક રણછોડભાઈ મુનીના પૌત્ર માવજીભાઈ મુનીને એક રાત્રે સપનામાં મહાદેવજીએ દર્શન આપી કહ્યું કે તમો ગૌતમી નદી ઉપર હંમેશા સ્નાન કરવા જાવ છો તે ગૌતમી નદીનાં ગામ તરફનાં કિનારાની ભેખડ નીચે મારુ બાણ દટાયેલું છે માટે એ જગ્યા ખોદી મારા બાણને બહાર કાઢી તેની પ્રાણ પ્રતિષ્ઠા કર આવું સપનું આવતાં બીજાજ દિવસે આ કપોળ વણિકે ભેખડ નીચે ખોદકામ શરૃ કરેલ અને નીચેથી મહાદેવનું મહાતેજસ્વી બાણ નિકળતાં સ્વપ્નની વાત ખરી નીકળી આ વાતની સિહોર ગામમાં ખબર પડતાં બાણનાં દર્શન કરવાં ટોળાને ટોળા ઉમટી પડયા માવજીભાઈ મુનીને ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાથી ચોતરો બંધાવી સં. ૧૮૨૬માં બાણની પ્રતિષ્ઠા કરાવી ભગવાન શીવ બાણરૃપી સ્વરૃપે પ્રગટ થયાં હતાં. તેથી આ મહાદેવને પ્રગટનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. મહારાજા જસવંતસિંહજીનાં માજીશ્રી બોનજીબાના પુણ્યાર્થે સં. ૧૯૨૦માં પ્રગટનાથ મહાદેવનું દેવળ બંધાવવા તથા દેવળના નિભાવ માટે આસપાસની સાત વિઘાની જમીન શામજી મહેતાને દાનમાં આપી હતી તે જ વર્ષમાં દેવળના પાયાનું ખાતમુહુર્ત કરી સં. ૧૯૨૪ના વૈશાખ સુદી-૩ના રોજ ધામધુમથી પાકુ પુજન કરી બ્રાહ્મણોની ચોર્યાસી જમાડી હતી. તે વેળાએ પ્રગટનાથ મહાદેવનું પુજા પાઠ અતિત બાવા શામગર મહારાજ કરતા હતા તેઓ બ્રહ્મલિન થયા પછી મહેતા શામજી ભીમજીનાં કુટુંબોના સહકારથી મહંત જીવણગરજીનું કુટુંબ આ પ્રગટનાથ મહાદેવની સેવા-પાઠ હાલ કરે છે. સિહોર એક ધાર્મિક ભૂમિ છે સિહોરની પાવન ધરતી ઉપર ભગવાન શ્રી કૃષ્ણથી માંડી પાંડવોએ પણ ગુપ્તવાસ દરમ્યાન સિહોરની ધરતી પર રહ્યા હતા. મહાન સંતો ગૌતમી ઋષિ જેવા મહાન ઋષિઓનો પણ સિહોરમાં વાસ હતો.