જાફરાબાદના ઘુઘવાટા મારતા અરબી સમુન્દ્રની ગોદમાં બિરાજમાન વિશ્વ પ્રસિધ્ધ સરખેશ્વર મહાદેવ મંદિરે વઢેરાના ભાવિક આગેવાનો દ્વારા સવા લાખ બિલીપત્રનો અભિષેક કરાયો જેમાં તાલુકા પ્રમુખ કરણભાઈની ઉપસ્થિતિમાં મહાપ્રસાદનું આયોજન થયું. જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં બિરાજમાન સરખેશ્વર મહાદેવ મંદિરે વઢેરાના ભાવીક આગેવાનો દ્વારા આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરાયો જેમાં જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં વઢેરાના આગેવાનો તથા ગામ સમસ્ત દ્વારા ભવ્ય આયોજન જેમાં ગજુભાઈ રામભાઈ વાઘેલ મુખ્ય યજમાન રહેલ. અને શિવજીના મહાપ્રસાદનું આયોજન કરેલ જેમાં વઢેરા ગામના કાનાભાઈ વાઘેલા સરપંચ, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, લખમણભાઈ સાંખટ, સામાજીક કાર્યકર હમીરભાઈ કોટડીયા, બાલાભાઈ બારૈયા, બાબુભાઈ વાઘેલા, મંગાભાઈ બાંભણીયા, જીણાભાઈ બાંભણીયા અને ગામના પટેલ સહિત સરખેશ્વર મહાદેવને સવા લાખ બિલ્લીપત્રો વ્યવસ્થિત રીતે પવિત્રતા સાથે અભિષેક કરાયો.