સિદ્ધૂની વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરાતા ભારે સનસનાટી

1343

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધૂની સામે બિહારના મુઝફ્ફરપુરમાં આજે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળવાના મામલામાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુધીર ઓઝાએ મુઝફ્ફરપુરની ન્યાયિક કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. સિદ્ધૂએ આ સંદર્ભમાં સ્પષ્ટતા પણ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિદ્ધુએ હાજરી આપી હતી. સિદ્ધ પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન સિદ્ધુને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના પ્રમુખ મસુદખાનની પાસે બેસાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન રવાના થતાં પહેલા સિદ્ધૂએ  ગઇકાલે અટારી-વાઘા સરહદ ઉપર મિડિયા સાથે વાત કરી હતી. સિદ્ધૂની સાથે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ ઇમરાન તરફથી શપથગ્રહણમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, આ બંને પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા ન હતા. કપિલ અને સુનિલ ગવાસ્કરે અંગતો કારણો આપીને શપથ ગ્રહણમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. બંને વિવાદથી બચી ગયા છે. સિદ્ધૂ તરફથી પણ હવે પ્રતિક્રિયા આપવામાં આવી ચુકી છે. સિદ્ધૂનું કહેવું છે કે, તે વિરોધીઓને યોગ્ય સમય પર યોગ્ય જવાબ આપશે.  સિદ્ધૂની સામે રાજદ્રોહનો કેસ દાખલ થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

Previous articleનિરવ મોદી હાલમાં બ્રિટનમાં છે : હેવાલમાં દાવો
Next articleભડકાઉ ભાષણ મામલે યોગી સરકારની વધી મુશ્કેલી, સુપ્રીમે પાઠવી નોટીસ