રાજુલા જાફરાબાદ શહેર તાલુકાને સિવિલ હોસ્પિટલને તાતી જરૂર છે આ બાબતે સરકાર દ્વારા ઘટતા પગલાં ભરવા માંગણી ઉઠી છે આ બાબતે સવિસ્તાર રજુઆત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા જાફરબાદમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. નાના મોટા અકસ્માતો થતા રહે છે. વળી કાયમીના પ૦૦ જેટલા ઓપીડી કેસો તપાસાય છે. અમુક બિમારીઓમાં મહુવા ભાવનગર કે રાજકોટ જવું પડે છે આથી દર્દીઓ હેરાન પરેશાન થાય છે. આથી રાજુલામાં હાલ કરોડોના ખર્ચે ટ્રોમાં સેન્ટર બન્યું છે. જયાં હાલ દર્દીઓ ઉભરાય છે આથી આ જનરલ હોસ્પિટલને સિવિલનો દરરજો આપવા માંગણી ઉઠવા પામી છે.
જો સિવિલનો દરરજો રાજુલાને અપાય તો ખાંભા ધારી જાફરાબાદ રાજુલા સહિતના લાખો લોકોને ફાયદો થાય તેમ છે આ બાબતે સરકારમાં સવિસ્તાર રજૂઆત કરવામાં આવી છે. અહીં વિશાલ ૧૦ વિધાની જગ્યા ગામની વચ્ચે આવેલી છે તો સત્વરે પગલાં ભરવા માંગ ઉઠી છે.
સતવરે સુવિધા આપવા આગેવાનો દ્વારા માંગણી
આ બાબતે માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ અને અરજનભાઈ વાઘે જણાવ્યું હતું કે તાજેતરમાં ૯ કરોડના ખર્ચે ટ્રોમા સેન્ટર બનાવ્યું છે. જયાં હવે સિવિલ મળે તે માટે આખા ગામનું પ્રતિનિધિ મંડળ સાથે રાખી કોઈપણ ભોગે સિવિલ રાજુલાને મળે તેવા તમામ પ્રયત્નો કરશું આશા છે કે સરકાર આ બાબતે હકારાત્મક છે. બહુ જલ્દી રાજુલાને આ સુવિધા મળે સાથે બ્લડ બેન્કી દિશામાં પણ રૂબરૂ આરોગ્યમંત્રીને રજુઆત કરી છે તેમજ ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ વોરા, જાફરાબાદ પ્રમુખ જયેશભાઈ ઠાકર, સમરણભાઈ બારીયા, વલ્કુભાઈ બોસ, રવિભાઈ બાલ્દીનીયા, મયુરભાઈ દવે સહિતનાએ સરકારમાં રજુઆત કરી છે.