વડાપ્રધાન મોદીના હસ્તે ર૩મીએ ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું ઉદ્દઘાટન

841
bvn16102017-6.jpg

ગુજરાત રાજ્યને બે અખાતની સાથે દેશના સૌથી વિશાળ દરિયાકિનારાના આશિર્વાદ છે જેમાં કચ્છ અને ખંભાતના અખાતનો સમાવેશ થાય છે. જે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને જોડવાની પર્વાવરણ ફ્રેન્ડલી અને આર્થિક દરીયાઈ પરિવહનના માર્ગ માટેની પુરતી તકો પુરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા ઘોઘા (સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લા સ્થિત) ને દહેજ (દક્ષિણ ગુજરાતનુ ઈન્ડસ્ટ્રીયલ હબ) સાથે જોડવા માટે ખંભાતના અખાતમાં પેસેન્જર ફેરી સેવાના ફ્લેગશીપ પ્રોજેક્ટને વિકસીત કર્યો છે. આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૩ ઓકટોબરે રો- રો ફેરી સેવાનું ઉદ્ઘાટન કરશે. આગામી તા. ૨૩મી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનશ્રીના આગમનને થોડા જ દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સમગ્ર રીતે સામાન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ પીવાના પાણીની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા,પાર્કિંગની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ સોંપી દેવામાં આવી છે અને તમામ પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. દિવાળી બાદ તુરંત કાર્યક્રમ હોય ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

Previous articlePGVCL ડે.ઈજનેર ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા
Next articleદિવાળી પુર્વેના અંતિમ રવિવારે બજારમાં ધૂમ ગિર્દી