રાજુલાની રેન્બો સોસાયટી ખાતે સુપ્રસિધ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરે મહિલા મંડળ દ્વારા આયોજીત મહા શિવપુરાણનું શિવાલયના વિકાસાર્થે થયેલ દબદબાભેર આરંભથી આજે બાર જયોતિલીંગનીક થા પ્રસંગ આબેહુબ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં રાજુલા શહેર શિવમય બન્યું શિવમહાપુરાણના પ્રખવકતા શાસ્ત્રી શ્રી નિલકંઠભાઈ વડીયા દ્વારા શિવમહાપુરાણની ભકિતયમ જમાવટ.
રાજુલાના રેનબો સોસાયટી ખાતે આપેલ સુપ્રસિધ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અતિ પવિત્ર માસમાં મહાશિવ પુરાણનું આયોજન રેન્બો સોસાયટીના મહિલા મંડળ દ્વારા આયોજન કોટેશ્વર મંદિરના વિકાસાર્થે કરેલ હોય અને મહાશિવપુરાણના પ્રખર વકતા શાસ્ત્રી નિલંકઠભાઈ વડીયા દ્વારા નવ દિવસ સુધી કથા રસપાન કરાવી રહ્યા છે. જેમાં શિવપુરાણના મહાન પ્રસંગો જેવા કે રૂદ્રાક્ષ ઉત્પતિ બિલ્લી તથા ભસ્મનું મહાત્મ્ય અને શિવલિંગની ઉત્પતી, સતી જન્મોત્સવ, પાર્વતી જન્મોત્સવ, શિવવિહાર, કાર્તિકેય જન્મોત્સવ, ગણપતિ વિવાહ અને આજે તા. ર૦-૮ના રોજ બાર જયોતિંલિંગની મહાન ગાથા સાથે ઉત્સવ જોરદાર રીતે ઉજવાયો જેમાં આજે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત સરળ સ્વભાવ ધારીના જનતા તરફી હેતપ્રેમથી આજે મહોત્સવમાં રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાના માનવ મહેરામણ ઉમટી પડ્યો.