દશામાના વ્રતની પૂર્ણાહુતિ

1558

જેનું કલીપુરાણમાં વર્ણન છે તથા કરોડો લોકોના આસ્થાનું પ્રતિક એવા દશા માતાના દસ દિવસીય વ્રત અનુષ્ઠાનનું આજે સમાપન થયું હતું. વ્રતધારી મહિલાઓએ છેલ્લા દસ દિવસ સુધી કરેલ વ્રત ઉપાસના તથા માં દશામાની મૂર્તિ પૂજા બાદ અંતિમ દિવસે માંનો ભાવ અને ભક્તિથી પૂજા-અર્ચના કરી શ્રાવણ સુદ દસમીનું જાગરણ સાથે વહેલી સવારે શહેરના બોરતળાવ, જુનાબંદર, કોળીયાક સહિતના જળાશયો ખાતે મૂર્તિનું વિસર્જન કર્યુ હતું. અંતિમ દિવસે જાહેર પંડાલોમાં યોજાયેલ ઉત્સવમાં વિવિધ ધર્મકાર્યોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બહેનોએ આસ્થાભેર દશામાની મૂર્તિઓનું જળમાં વિસર્જન કર્યુ હતું.

Previous articleભુગર્ભ જળ સંગ્રહ અને મોલાત માટે ભરપૂર ફાયદાકારક વરસાદ
Next articleનારી ચોકડી નજીક હોર્ડીંગ્સની એંગલ સાથે આધેડનો ગળાફાંસો