પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણપુર બીએપીએસ મંદિરે હીંડોળા ઉત્સવ ચાલી રહ્યાં છે. જેમાં દરરોજ અલગ અલગ કલાત્મક હીંડોળાના દર્શન કરાવાય છે ત્યારે આજે ભગવાન સ્વામીનારાયણને કઠોળના કલાત્મક હીંડોળા બનાવી ઝુલાવવામાં આવ્યા હતા જેના મોટીસંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.