સરકારને બોલવામાં કયા કાંઈ વાંધો છે. માંડ મોકો મળ્યો છે. ભ્રષ્ટાચાર કરવામાં છેલ્લા પચ્ચીસ વરસથી ગુજરાતમાં ભાજપના લોકોએ (રાજકારણીઓની મીલીભગતથી અધિકારીઓ) ભ્રષ્ટાચાર કરીને અર્થતંત્રને ખોખલું કરી નાખ્યું.
જેમાં માર્ગ અને મકાન વિભાગમાં તો ભારે ભ્રષ્ટાચાર થાય છે. તેનો સામાન્ય નમુનો જોઈએ તો દામનગરમાં છ મહિના પહેલા મોટા બસ સ્ટેન્ડથી વૈજનાથ મંદીર તરફનો રોડ બનાવેલ જે સામાન્ય વરસાદથી ઉખડવા લાગ્યો છે. અધુરામાં પુર આંબેડકર હોલ પાસે સ્પીડ બ્રેકર બનાવ્યા છે. બરાબર પણ પાણીને રોકી રાખે છે. નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી. સ્થાનિક તંત્ર જોયા કરે છે ને વાહન ચાલકો રાહદારીઓ હેરાન થાય છે. આને ભાજપવાળા વિકાસ કહે છે.