રાજુલા પીડબલ્યુડીનો ઈન્ચાર્જ કાર્યપાલક રાજકીય વગરથી બની બેઠેલને દબંગગીરી તેના જ સ્ટાફ સાથે શરૂ કરી પણ અંતે એટ્રોસીટીમાં સપડાયો જામીન માંગતા લાઠીયાને જામીન પણ ન મળ્યા અમરેલી જેલ હવાલે કરાયો.
રાજુલા પીડબલ્યુડીનો કહેવાતો ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરની પોસ્ટીંગ પણ ન થવા દેતા લાઠીયાએ તેની જ ઓફીસના કર્મચારીઓ ઉપર દબંગીરી કરતા અંતે દલિત કર્મચારીની ઘાએ ચડ્યો અને દલિત કર્મચારીને અમદાવાદ દાખલ કર્યો તેટલો મુંઢમાર માર્યો અને એટ્રોસીટી લાગવાથી આજે તેનો કોર્ટમાં જામીન અરજી કરેલને કોર્ટ તેની અરજીને ફલાવી લાઠીયાને અમરેલીની જેલ હવા ખાવા એટલે કે દિવાળી કરવા મામાના ઘરે (જેલમાં) ધકેલાયો માર ખાનાર મનહરભાઈની તબીયત નાજુક છે તેમ અમદાવાદથી અહેવાલો મળી રહ્યા છે. તેમજ ખાંભાના આર.ટી.આઈ. એકટીવીસ્ટ ગુજરાત રાજયના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ પણ આ લાઠીયા ભાઈની જીણવટ ભરી તપાસ કે તેની સંપતિ તેની ગુનાહિત પ્રવૃતિઓની માહીતી માંગી કાગળો તૈયાર કર્યા છે. લાઠીયાના કૌભાંડ ખુલતા તો અનેક ગુનાહિત પ્રવૃતિ બહાર આવશે.