મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૨૬, ૨૭ ઓગસ્ટના રોજ સોમનાથ ખાતે આવનાર છે, તેમના આ કાર્યક્રમ સંદર્ભે ઈણાજ સેવા સદન ખાતે આજે જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ.
મુખ્યમંત્રી આગામી તા. ૨૬ અને ૨૭ ઓગસ્ટ સોમનાથ પ્રવાસે આવનાર હોઈ તેમની સુરક્ષા, વાહન પાર્કિંગ, રોડ-રસ્તાની સ્વચ્છતા, મેડીકલ ટીમ, અવિરત વિજ પુરવઠો જાળવવા સંદર્ભે સબંધિત અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડે વિગતો આપી હતી. આ બેઠકમાં અધિક કલેકટર એચ.આર.મોદી, જિલ્લા પોલીસ અધિકારી રાહુલ ત્રિપાઠી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહેલ, જિલ્લા પુરવઠા અધિકારી શિતલબેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્ય, કાર્યપાલક ઈજનેર લાખાણી સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.