મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી નવી ગારમેન્ટ-એપેરલ પોલીસી ર૦૧૭ને પ્રતિસાદ આપતાં અરવિંદ લીમીટેડ દહેગામમાં રૂ.૩૦૦ કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ શરૂ કરશે.
આ અંગેના એમઓયુ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.
અરવિંદ લીમીટેડ ૧૦ હજાર રોજગાર અવસરો પૂરા પાડવા સાથે સપ્ટેમ્બર-ર૦૧૮ સુધીમાં પ્રોજેકટ શરૂ કરીને વાર્ષિક ર.૪૦ કરોડ શર્ટ-જીન્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગારમેન્ટ અને એપેરલ સેકટર વિશાળ સંખ્યામાં રોજગારીની તકો પુરી પાડે છે અને આ ક્ષેત્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં રોજગારી મેળવે છે. આ પ્રોજેકટમાં આશરે ૧૦૦૦૦ રોજગારીની તકોનું નિર્માણ થશે તે પૈકી ૮૦ ટકા રોજગારી મહિલાઓને મળશે. આ પ્રોજેકટથી કપાસના ઉત્પાદનથી તૈયાર વસ્ત્રો સુધીની સમગ્ર ચેઇનને લાભ મળવાનો છે.
રાજ્ય સરકારે જે નવી ગારમેન્ટ અને એપરલ પોલીસી-ર૦૧૭ જાહેર કરી છે. તેને અનુરૂપ નવા મૂડીરોકાણ આવવાની શરૂઆત આ પ્રોજેકટથી થઇ છે અને હજી વધુ મૂડીરોકાણ આવવાની શકયતા છે.
સમજૂતિ કરારની આ વેળાએ મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. ડી. થારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Home Uncategorized દહેગામમાં રૂપિયા ૩૦૦ કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ માટે એમઓયુ થયા