ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગનો નજારો ચાલુ જ છે. ટ્રેંટબ્રિજ ટેસ્ટની પહેલી પારીમાં ૯૭ અને બીજી પારીમાં ૧૦૩ રન બનાવવાની સાથે કુલ ૨૦૦ રન બનાવનાર કોહલીએ ટીમ ઈન્ડીયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે, સાથે મેન ઓફ ધ મેચ પણ તેને પસંદ કરવામાં આવ્યો. હવે કોહલી વર્ષ ૨૦૧૮માં ટેસ્ટ રન બનાવવાના મામલામાં નંબર ૧ બની ગયો છે. કોહલીના નામે ૬ મેચની ૧૨ પારીમાં ૭૨૬ રન છે. ત્યારબાદ બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ છે, જેના નામે ૬૬૦ રન છે. જે રીતની બેટિંગ કોહલી કરી રહ્યા છે, તે જોઈ લાગે છે કે, ભાગ્યેજ તેને હવે કોઈ પાછળ પાડી શકે.તમને જણાવી દઈએ કે આ સિવાય કોહલી માટે એક મોટો રેકોર્ડ રાહ જોઈ રહ્યો છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ નિશાના પર – ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી ફાસ્ટ ૬૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં સુનિલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરના નામે ૧૧૭ પારીમાં ૬૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ છે. બીજા નંબર પર સચિન તેંડુલકર છે, જેણે આ રેકોર્ડ ૧૨૦ પારીમાં પૂરો કર્યો છે.