જગ વિખ્યાત જાળવેશ્વર મહાદેવનો મહિમા નિરાળો

1320

તળાજા તાલુકના નવા સાંગાણા ગામ નજીક્ આવેલા ‘જાળેશ્વર મહાદેવ’ મંદિર શ્રધ્ધેય તિર્થ તરીક્ે જાણીતુ છે. આ પુરાતન શિવાલય તળાજાથી આશરે ૧૦ ક્િ.મી. તથા તળાજા તા.ના સાંગાણા ગામથી એક્ ક્ી.મી.દુર જંગલમાં મંગલ સમાન સ્થાન આવેલુ છે. ધાર્મિક્ સ્થાનકે પાછળ ક્ુદરતી ઇતિહાસ સમાયેલો હોય છે તેનુ વર્ણન અવિર્ણનિય હોય છે. જે ધાર્મિક્ સ્થળો સાથે આવું સનાતન શાશ્વત નિત્ય સત્ય સ્વરૂપે રહેલુ તત્વ છે. તે તરફ મનુષ્યની શ્રવણેન્દ્રિય સાથે ધ્યાન ક્ેન્દ્રીત થતુ હોય છે. આથી તે જ માનવીની અખંડ દૈવી શ્રધ્ધાનું પ્રતિક્ હોય છે.

આવા પાક્ૃતિક્ અને સૌૈદર્ય વચ્ચે આ જાળેશ્વર શિવાલય આવેલુ છે. તેની નજીક્થી જ આ જગ્યાની સૌદર્યતામાં વધારો ક્રતી ‘પળાંશ’ના હુલામણા નામની એક્ નદિ વહે છે. આ સ્થળ પર ઘણા વર્ષો પહેલાં માનવ વસવાટ ધરાવતું એક્ ગામ પણ હતું. જે દેશ કળના વહેણ મુજબ સ્થળાંતર થતાં આજે નજીક્માં નવા સાંગાણા ગામ છે. ગામના વડિલો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઘણાં વર્ષો પહેલાં પથ્થરની કચી દિવાલસથી આડશ ક્રેલી હતી. શિવલીંગ એક્ ઓટલાં ઉપર ખુલ્લા આકશ નીચે હતું અહિ એક્ “ઝાળ”નું ઝાડ હતું નીચે શિવલીંગ હતું. જેની ડાળી પરથી જળધારા લટકવીને અભિષેક્ થતો.

આ પ્રાચિન સ્થાન પર ક્હેવાય છે ક્ે અહી શિવલીંગ નીચે પુષ્ક્ળ ધન દાટેલું હોવાની ધારણાથી ચોર આવેલા અને શિવલીંગ તોડવા માટે તેના પર ઘા (પ્રહારો)ક્રેલા, પરંતુ હેતુ-સિધ્ધ ન થતાં ચોર પાગલ અને અંધ જેવી હાલતમાં મુશ્ક્ેલીથી ભાગી છુટ્યા હતા.

આ સ્થાન ચાલીશેક્ વર્ષ પહેલા ગામજનોનાં અવિરત સહકર, શ્રમ અને ધનના ત્રિવેણી સંગમ થક્ી શિખર બંધ શિવાલય બનાવાયું છે. છેલ્લા ૩૫ વર્ષથી અવિરત ક્થા-પારાયણના શ્રાવણમાસમાં બિનચુક્ આયોજન થાય છે. ક્થા માટે કયમી પાક મંડપ, જમવા માટેનો વિશાળ રોડ, ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. ગામના ક્ષત્રિય સમાજ સહિતનો સમાજ ઉંચી ધાર્મિક્ ભાવનાથી આ સ્થળ સાથે જોડાયેલો છે. આ નૈસર્ગિક્ સ્થાને દર્શને જતાં ભાવિક્ને વારંવાર આવવાની ઈચ્છા થાય તેવું પવિત્ર ‘જાળનાથ મહાદેવ’ધામ બની ગયુ છે.

Previous articleમોટા લીલીયા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
Next articleદામનગર હોસ્પિટલને સ્વચ્છતા એવોર્ડ એનાયત