વલભીપુરમાં ગંદકીનો અસહ્ય ઉપદ્રવ

827

વલભીપુર શહેર ખાતે આવેલ પોસ્ટ ઓફિસ તથા આંગણવાડી કેન્દ્ર તેમજ સુપ્રસિધ્ધ રાંદલ માતાજીના મંદિર પાસેના રસ્તા ઉપર ખુબ મોટી ગંદકીના ઢગલાઓ થવા પામ્યા છે.ત ેમજ આ રસ્તાઓ ઉપર જેતે સમયે બનાવેલ પેવર બ્લોક રસ્તાઓ પણ યોગ્ય કરેલ ન હોવાના કારણે વરસાદી પાણીના ખાડાઓ પણ ભરાતા હોય જેથી પાણીના ખાડાઓ અને ગંદકીના ઢગલાઓ વચ્ચે રહેતા સ્થાનિક લોકો મુશ્કેલી મુકાયા છે. અને સીધી લોકોના આરોગ્ય ઉપર અસર થઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરતા ન હોય તેમજ આ પાટીવાડા વિસ્તાર વોર્ડ નંબર-પના સભ્ય પાલિકાના ઉપપ્રમુખ હોવા છતા પરિસ્થિતિ આ વોર્ડની ખરાબ હોય અને આ વોર્ડના ચાર નગરસેવકોએ સફાઈના મુદ્દામાં જાગૃતા લાગવી યોગ્ય રજુઆત કરી યોગ્ય કરાવવું જોઈએ તે પણ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરી રહ્યા હોય જેથી વલભીપુર શહેરના લોકો ગંદકીથી હેરાન પરેશાન થવા પામ્યા છે. તો સફાઈ યોગ્ય રીતે શહેરમાં કરવામાં આવે તે તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ધરમશીભાઈ જે. તથા જાગૃત લોકો દ્વારા માંગ કરાઈ રહી છે.

Previous articleપાલિતાણા દિવ્યાંગ બાળકોની સંવેદના કેરલ પુરપીડિતોને અર્પણ
Next articleશિવકુંજ આશ્રમ ખાતે વૈદિક કર્મનો પ્રારંભ