હવે સિદ્ધાર્થ અને પરિણિતીની જોડી નવી ફિલ્મમાં સાથે રહેશે

1106

હસી તો ફસી ફિલ્મમાં સાથે કામ કરી ચુકેલી પરિણિતી ચોપડા અને સિદ્ધાર્થ મલહોત્રાની જોડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મનુ નામ જબરિયા જોડી રાખવામાં આવ્યુ છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. શુટિંગ લખનૌમાં શરૂ કરવામાં આવ્યુ છે. સિદ્ધાર્થ ફિલ્મમાં વધુનુ અપહરણ કરવાને એક બિઝનેસ બનાવી દેનારની ભૂમિકા અદા કરી રહ્યો છે. નિર્દેશક પ્રશાંત સિંહે પ્રથમ વખત ફિલ્મ નિર્દેશન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણિતી રોમાંચક યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મની પટકથા રાજ સાન્ધલિયા દ્વારા લખવામાં આવી છે. તબીબો, એન્જિનિયરિંગ અને અન્ય લોકોનુ અપહરણ કરવાની ભૂમિકા અદા કરવામાં આવી છે.

Previous articleબધાંને સાથે લઈને ચાલવું પડે છે : અનુષ્કા શર્મા
Next articleસ્ક્વૉશમાં દીપિકા પલ્લીકલે બ્રોન્ઝ જીત્યો