બૈડમિન્ટ ખેલાડી સાઇના નેહવાલે ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

1353

ભારતીય બૈડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ૧૮મી એશિયન ગેમ્સમાં પોતાનો વિજયરથ જાળવી રાખતા ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સાઇનાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ખેલાડી ફિતરાનીને ૨૧-૬,૨૧-૧૪ થી હરાવી છે. આ મેચ કુલ ૩૧ મીનીટ સુધી ચાલી હતી.

પહેલી ગેમમાં સાઇના સાઇના સામે ફિતરાની ખુબ પાછળ રહી. તેમજ ૧૩ મીનીટમાં જ ૨૧-૬થી પહેલી ગેમ હારી ગઇ. જ્યારે બીજી ગેમમાં તેણે સારુ પ્રદર્શન કર્યું પરંતુ તે સાઇના સામે ટકી શકી નહી.

નોંધનિય છે કે, ભારતીય સ્ટાર બૈડમિંન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પીવી સિંધુ બંન્ને એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહી છે ત્યારે આ બંન્ને ખેલાડીઓ પાસે મેડલની આશા છે.

Previous articleભારતીય મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટરફાઇનલમાં
Next articleસૌરવ ઘોષાલે સ્કવૉશ વુમન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો